
આશા નુ કિરણ જેમ આંખોં થી ઓળખાય, નાના બાળક ની જિજ્ઞાસા જેમ એના પ્રશ્નો થી ઓળખાય, એમજ માણસ ની ઉંમર એના વિચારો અને દ્રષ્ટિ થી ઓળખાતી હોય છે. તમારા વિચારોજ તમારી ઉંમર છે, તો પછી કંઈ ઉંમર એ શું કરવું જોઈએ કે શું કરાય એ નક્કી કરવા વાળું કોણ? તમે પોતેજ! આવુજ વ્યક્તિત્વ ધરાવવા વાળા એક રિટાયર્ડ શિક્ષિકા હતા. રોજ ન્યૂઝપેપર અને ટીવી પર છોકરીયો ની સુરક્ષા પર હાદસા વાંચીને ખૂબ આક્રોશ માં આવતા. એક દિવસ એમણે પોતાના પરિવાર ને કહ્યું કે એમને આ બાબતે કંઈક કરવું છે, કંઈક એવું જેનાથી છોકરીયો શહેર માં સુરક્ષિત રીતે ફરી શકે. આ સાંભળીને એમના પરિવાર વાળા એ કહ્યું કે, "આમાં આપડે કે તમે શું કરી લેવાના? આ તો પોલીસ અને ગવર્મેન્ટ ની જિમ્મેદારી છે અને તમે આ ઉંમરે શું કરી શકવાના?" શિક્ષિકા થાકી ગયા હતા બધા પાસે થી આ એકજ વસ્તુ સાંભળી સાંભળીને. સોલ્યૂશન બધાને જોઈતું હતું પણ કોઈને કશું કરવું નહિ હતું. શિક્ષિકા પણ હાર માને એવા નોહતા, એમને એવો ક્યારેય વિચાર ના આવ્યો કે આ ઉંમરે એ કરી શકશે કે નહિ. એમનો ધ્યેય એક જ હતો, કઈ પણ કરીને આનો કોઈ તો ઈલાજ કાઢવો જ રહ્યો. તેમણે પેહલા પોતાને ફિઝિકલી સ્ટ્રોંગ બનાવવા કિકબોક્ષિંગ ક્લાસ ચાલુ કર્યા. પછી એક નાનું ક્લબ ચાલુ કર્યું જયાં છોકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં આવતું. સમય જોતા ક્લબ મોટું થયું અને એમણે એક નાઈટ પેટ્રોલિંગ સર્વિસ ચાલુ કરી સ્ત્રી સુરક્ષા માટે. આમ ધીમે ધીમે કરીને તેમણે પોતાની રીતે પ્રોબ્લેમ નો સોલ્યૂશન કાઢવા પ્રયત્નો કર્યા અને સફળ પણ થયા. જયારે પણ એમને કોઈ પૂછતું કે એ આટલી ઉંમરે આ બધું કેવી રીતે કરે છે તો કેહતા, "ઉંમર ખાલી એક લિમિટેશન છે આપણા મગજ માં નાખેલી, જેને આપણે ઘણી વાર એક્સક્યુઝ રીતે વાપરતા હોઈએ છીએ, બાકી કઈ કરવું હોય તો એના માટે રોજનું એક નાનું ડગલું લેવુંજ ઘણું છે આગળ વધવા માટે." શું તમે પણ ઉંમર ને લિમિટેશન બનાવી તમારી ઈચ્છાઓ ને દબાવો છો? કે પછી લોકો શું કહેશે એ વિચારીને અટકી રહ્યા છો? તો આજેજ એક નાનું ડગલું લો તમારા સપના માટે અને સમય જોડે બર્થડે કેન્ડલ્સ ગણવા કરતા તમારી ઈચ્છાઓને ગણવાનું ચાલુ કરીદો. આજ થી ને અત્યારથી જ!